Saturday, July 27, 2024

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈલોન મસ્કનો મોટો સંદેશ

ઈઝરાયેલે આજે સવારે જ ઈરાન પર જોરદાર હુમલો કર્યો છે. ઈઝરાયેલની મિસાઈલોએ ઈરાનના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. આ દરમિયાન વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ઈલોન મસ્કે ટ્વિટ કરીને બંને દેશો વચ્ચે શાંતિની અપીલ કરી છે. તેણે પોતાની સ્ટાઈલમાં ટ્વિટ કરીને લખ્યું કે, ‘એકબીજા પર રોકેટ છોડવા સિવાય, આપણે તેને સ્ટાર્સ પર મોકલવા જોઈએ.’ શુક્રવારે ઈરાન પર ઈઝરાયેલના હુમલા બાદ તેમનું ટ્વીટ આવ્યું છે. તેણે રોકેટની તસવીર શેર કરતા આ કેપ્શન લખ્યું છે.

ટ્વિટર ઉપરાંત એલોન મસ્ક કેલિફોર્નિયા સ્થિત સ્પેસક્રાફ્ટ કંપની સ્પેસ-એક્સના માલિક પણ છે. આ કંપની સેટેલાઇટ અને રોકેટ બનાવે છે. ઈલોન મસ્ક ગયા વર્ષે નવેમ્બરમાં ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ બે દિવસ રોકાયા અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુને મળ્યા. તેમની આ મુલાકાત 7 ઓક્ટોબરે હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ થઈ હતી. ઈઝરાયેલની મુલાકાત બાદ હમાસે ઈલોન મસ્કને ગાઝા પટ્ટીમાં આમંત્રણ પણ આપ્યું હતું. હમાસે કહ્યું હતું કે તમે અહીં આવો અને જુઓ કે ઇઝરાયલી બોમ્બમારાથી ગાઝામાં શું થયું છે.

હમાસના હુમલા બાદ ઈઝરાયેલે પણ જોરદાર હુમલો કર્યો હતો. ઈઝરાયેલના હુમલામાં ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં લગભગ 34 હજાર લોકો માર્યા ગયા છે. એટલું જ નહીં, 6 મહિના વીતી ગયા, પરંતુ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ હજુ પણ ચાલુ છે. તમને જણાવી દઈએ કે સ્પેસ-એક્સની માલિકીની કંપની સ્ટારલિંકને ઈઝરાયેલ અને ગાઝા પટ્ટીના એક ભાગમાં ઈન્ટરનેટ નેટવર્ક માટે લાયસન્સ મળ્યું હતું. એટલું જ નહીં, ઈઝરાયેલે કહ્યું કે અમે ગાઝાની એક હોસ્પિટલમાં સ્ટારલિંકની સેવાઓને મંજૂરી આપી છે. એટલું જ નહીં, સ્ટારલિંકે હમાસને ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવાથી પણ રોકી દીધી હતી.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Advertismentspot_img

Instagram

Most Popular