5 લોકોએ કર્યો સામૂહિક બળાત્કાર, બીજા દિવસે જામીન મળ્યા; ત્યારબાદ યુવતીએ વીડિયો બતાવ્યો

પશ્ચિમ બંગાળમાં 18 વર્ષની છોકરી પર થયેલા ગેંગ રેપ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગેંગરેપના આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યાના દિવસો પછી, શુક્રવારે અલીપોર કોર્ટે ચારેય આરોપીઓને 18 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા. જ્યારે સગીરને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે કોલકાતામાં સગીર સહિત પાંચ લોકોએ તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસે પોલીસ સૂત્રોને ટાંકીને લખ્યું છે કે આરોપીઓમાંથી એક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાઉન્સિલરનો પુત્ર છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે નોંધાયેલી ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેના ડ્રિંકમાં નશીલા પદાર્થ ભેળવ્યો અને પછી તેની છેડતી કરી. આ પાંચેયની બુધવારે અટકાયત કરવામાં આવી હતી પરંતુ એક દિવસ પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “જો કે, છોકરીએ ઘટના સાથે સંબંધિત એક વીડિયો રજૂ કર્યો, જેના પછી ગેંગ રેપની કલમ ઉમેરવામાં આવી. “આ પછી, પાંચેયને ફરીથી પકડવામાં આવ્યા હતા અને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.” તેમણે કહ્યું, “IPC કલમ 341, 323, 354, 509, 506, 328, 114 અને ગેંગ રેપની કલમ 376D હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.”

“આ કેસમાં ચાર લોકો અને એક સગીરનું નામ આપવામાં આવ્યું છે,” તેમણે કહ્યું. ચારેય (પુખ્ત વયના)ને 18 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. દરમિયાન, BJP અને CPI(M) ના કાર્યકર્તાઓએ સંબંધિત પોલીસ સ્ટેશનની બહાર ગુનેગારોને કડક સજાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Leave a Comment