લોકસભા ચૂંટણી પહેલા અમરાવતીથી વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર નવનીત રાણાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 2021માં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો હતો. આ મામલો નવનીત રાણાના અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર સાથે સંબંધિત છે. જેને હાઇકોર્ટે નકલી ગણાવીને રદ કરી હતી અને 2 લાખનો દંડ ફટકાર્યો હતો. હાઈકોર્ટના નિર્ણય બાદ તેમનો સાંસદનો દરજ્જો ખતરામાં હતો.
વાસ્તવમાં નવનીત રાણા મહારાષ્ટ્રની અમરાવતી લોકસભા સીટથી સાંસદ છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 2021 માં, બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી કે નવનીતે બનાવટી દસ્તાવેજોના આધારે ચૂંટણી લડી હતી અને જીતી હતી. આ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે એ પણ સ્વીકાર્યું કે નવનીત રાણા નકલી જાતિ પ્રમાણપત્રના આધારે ચૂંટણી લડ્યા હતા. તેથી તેનું જાતિ પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટના નિર્ણય બાદ તેમનું મોચી જાતિનું પ્રમાણપત્ર અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું. આ નિર્ણય સામે નવનીત રાણાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે નવનીત રાણાને મોટી રાહત આપી અને બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો. જેના કારણે નવનીત રાણાના જાતિના પ્રમાણપત્રને પણ લીલી ઝંડી મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે નવનીત રાણા ફરી એકવાર અમરાવતીની આરક્ષિત સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે ભાજપે તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
તમને જણાવી દઈએ કે, દેશની સુપ્રીમ કોર્ટે 28 ફેબ્રુઆરીના રોજ અમરાવતીના સાંસદ નવનીત રાણાના ‘મોચી’ જાતિ પ્રમાણપત્રને રદ્દ કરવા સામેની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની સુનાવણી જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ સંજય કરોલની ખંડપીઠે કરી હતી.